gu_tn/2PE/02/10.md

2.2 KiB

આ વિશેષ સત્ય છે

"આ" શબ્દ કલમ ૨:૯ માં ઈશ્વર અન્યાયી માણસોને ન્યાયનાં દિવસ સુધી બંદીવાસમાં રાખે છે તેનો ઉલ્લેખ કરે છે.

તેઓ જે દેહની ભ્રષ્ટ ઇચ્છાઓમાં ચાલે છે અને અધિકારને તુચ્છ ગણે છે

દુષ્ટ જે પાપી સ્વભાવને અનુસાર ચાલે છે અને શાસકો અથવા જેઓ પ્રભારી છે તેઓ પ્રત્યે અણગમો દર્શાવે છે.

દેહ

"દેહ" શબ્દ દૈહિક અથવા માણસના પાપી સ્વભાવનો ઉલ્લેખ કરે છે.

તેઓ બળવાન અને સ્વછંદી છે

"તેઓ" શબ્દ તેઓને માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેઓ તેમના પાપી સ્વભાવની ભ્રષ્ટ ઇચ્છાઓ પ્રમાણે ચાલે છે અને આત્મિક અધિકારી દૂતોને માન નથી આપતા.

તેઓ મહિમામય સામે દુર્ભાષણથી ડરતાં નથી.

દુષ્ટો દુતો વિષેની ભૂંડી બાબતો બોલવાથી અને અપમાન કરવાથી ડરતાં નથી.

દૂતો બધા માણસો કરતા વિશેષ બળવાન અને શક્તિમાન હોય છે

દૂતો શારીરિક રીતે મજબૂત હોય છે અને માણસો કરતાં વિશેષ અધિકાર અને પ્રભાવ હોય છે.

પણ પ્રભુની આગળ તેઓની વિરુદ્ધ અપમાનજનક ન્યાય લાવતા નથી.

" પરંતુ દૂતો આ માણસોની વિરુધ્ધ અપમાનજનક ન્યાય લાવતા નથી."