gu_tn/ROM/12/01.md

3.8 KiB

તેથી ભાઈઓ, હું તમને દેવની દયાની ખાતર વિંનતી કરું છું કે

" સાથી ભાઈઓ, કેમકે દેવે જે અદભુત દયા તમારી પર કરી છે તેથી હું તમને બહુજ ઈચ્છું છું "

તમારા શરીરોનું જીવતું અર્પણ કરો

અહિ પાઉલ "શરીરો" શબ્દનો ઉપયોગ કરે છે જે સંપૂર્ણ વ્યક્તિને દર્શાવે છે. પાઉલ, ખ્રિસ્તમાં વિશ્વાસ કરનાર વ્યક્તિ જે સંપૂર્ણપણે દેવને આધીન છે તેની સરખામણી પ્રાણી સાથે કરે છે જેને યહૂદી મારી નાખીને દેવને અર્પણ ચઢાવે છે. વૈકલ્પિક ભાષાંતર : " જયારે તમે જીવિત છો ત્યારે જાણેકે તમે મંદિરની વેદી પર મૃત બલિદાન હોય તે રીતે તમારું સંપૂર્ણ અર્પણ દેવને કરો. ( જુઓ: અને રૂપક )

પવિત્ર, દેવને સ્વીકાર્ય

પસંદ પડે તેવું

આનો અર્થ થાય (૧) નૈતિક રીતે શુધ્ધ, " દેવને ખુશ કરનારું" (જુઓ: જોડકા ) અથવા (૨) ફક્ત દેવને સમર્પિત અને ખુશ કરનારું "

જે આત્મિક સેવા છે

શક્ય અર્થો (૧) જે ખરો માર્ગ છે દેવની ભક્તિ વિષે વિચારવાનો અથવા (૨) તમારા આત્મામાં કેવી રીતે તમે દેવની ભક્તિ કરો છો તે છે.

આ જગત નું રૂપ તમે ન ધરો

આનો અર્થ થાય (૧) " જે પ્રમાણે જગત વર્તન કરે છે તે રીતે ન વર્તો. (૨) જે પ્રમાણે જગત વિચારે છે તે પ્રમાણે ન વિચારો..

ન ધરો

આનો અર્થ થાય (૧) " જગત તમને ન કહેકે તમારે શું કરવું" અથવા " જગત તમને ન કહેકે તમારે શું વિચારવું " (જુઓ :યુંડીબી ) અથવા (૨) જગત જે પ્રમાણે વર્તન કરે છે તે પ્રમાણેનું વર્તન તમે પોતે ન કરશો" અથવા ” જગત જે પ્રમાણે વિચારે છે તે પ્રમાણે ન વિચારશો " ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )

આ જગત

આ જગતમાં જીવતા અવિશ્વાસીઓ ( જુઓ : )

પરંતુ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો

સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર આવું થાય : " પણ દેવ તમારી વિચારસરણીને બદલે " અથવા " પણ દેવ પ્રથમ તમારી વિચારસરણીને બદલે અને તે દ્વારા તમારા વર્તનને બદલે. (જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )