gu_tn/ROM/04/16.md

2.9 KiB

આ કારણથી તે તો વિશ્વાસથી છે, જેથી તે કૃપાથી થાય

અહી એ કારણછે કે જયારે આપણે દેવ પર ભરોસો કરીએ છીએ ત્યારે આપણને વચન પ્રાપ્ત થાય છે અને એ તો મફત ભેટ ગણાય.

અને એ વચન સઘળા વંશજોને વાસ્તે અચૂક થાય

" જેથી ઈબ્રાહિમના બધા વંશજો ખરેખર વચન પ્રાપ્ત કરે."

જેઓ નિયમને જાણે છે

યહૂદી લોકો જેઓ મૂસાનો નિયમ પાળે છે તેને દર્શાવે છે.

જેઓ ઈબ્રાહિમના વિશ્વાસના છે તેઓ માટે

" સુન્નત થયા પહેલા ઈબ્રાહિમે જેવો વિશ્વાસ કર્યો તેવો વિશ્વાસ કરનાર લોકોને દર્શાવે છે." (ભાષાંતર નોંધ)

આપણા સર્વનો પિતા

અહીં "આપણા' શબ્દમાં પાઉલ અને યહૂદી તેમજ બીન યહૂદી લોકો જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે તેનો સમાવેશ થાય છે. ઈબ્રાહિમએ યહૂદી લોકોનો દૈહિક પૂર્વજ છે , પરંતુ જેઓ વિશ્વાસ કરે છે તેનો આત્મિક પિતા પણ છે. (જુઓ: સામુહિક સંદર્ભમાં )

જે પ્રમાણે લખ્યું છે

ક્યાં એ પ્રમાણે લખ્યું છે તે સમજાવી શકાય : " શાસ્ત્રમાં લખ્યું છે તે પ્રમાણે." ( જુઓ : સવિસ્તાર અને ટૂંકી માહિતી

મેં તને બનાવ્યો છે

"તને " શબ્દ એકવચનમાં છે અને ઈબ્રાહિમને દર્શાવે છે. ( જુઓ : તું ના રૂપો )

ઇબ્રાહિમે જેની પર વિશ્વાસ કર્યો તેની હાજરીમાં તે હતો, અને એતો દેવ છે જે મરેલાને જીવન આપે છે

આનું ભાષાંતર આવું થાય " .ઇબ્રાહિમે જેની પર વિશ્વાસ કર્યો તેની હાજરીમાં તે હતો, જે મૃત્યુ પામેલાઓને જીવન આપે છે."