ઈસુ લોકોના ટોળાની સાથે યોહાન બાપ્તિસ્મી સબંધી વાત ચાલુ રાખે છે. # હું શાની સાથે સરખાવું? આ ચર્ચા છેડવા માટેનો પ્રશ્ન છે. ઈસુ આ વડે એ સમય ના લોકો અને છોકરાઓ ચૌટામાં (બજારમાં) શું કહે તેની સરખામણી રજુ કરે છે. (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન) # આ તો છોકરાઓના જેવું કે જેઓ ચૌટામાં બેસી રમતાં અને એકબીજાને હાંક મારી ને કહેતા આ ઉપમા નો મતલબ ૧) ઈસુ એ “વાંસળી” વગાડી” અને યોહાને “શોક કર્યો,” પણ “આ પેઢી ના તો નાચી કે ના તો શોક કર્યો, અધીનતા દર્શાવતું રૂપક, અથવા ૨) ફરોશીઓ અને બીજા ધાર્મિક આગેવાનો સામાન્ય લોક/જનસમૂહની મૂસા ના નિયમ શાસ્ત્રમાં તેમણે ઉમેરેલા કાયદા/નિયમ ના પાળવા બદલ ટીકા કરતા. (જુઓ: ઉપમા, રૂપક) # આ પેઢી “ત્યારે જીવતા લોકો” અથવા “આ લોકો” ઓર “તમે આ પેઢી ના લોકો” (જુઓ: ) # ચૌટામાં (બજારમાં) આ એવી ખુલ્લી જગ્યા કે જ્યાં લોકો આવી પોતાની વસ્તુઓ વેચી વેપાર કરી શકે. # અમે તમારે સારુ વાંસળી વગાડી “અમે” ચૌટામાં બેઠેલાં છોકરાઓના સબંધી વપરાયું છે. “તમારે” એ “આ પેઢીને” માટે વપરાયું છે અથવા લોકોના એ ટોળા સબંધી કે જેઓએ સંગીત સાંભળ્યું પણ તેનો કોઈ જ પ્રતિભાવ આપ્યો નહીં. # વાંસળી લાંબુ પોલું વાદ્ય, જેમાં એક છેડે ફૂંક મારી વગાડવામાં આવે. # પણ તમે નાચ્યા નહીં “પણ તમે સંગીતના તાલે નાચ્યા નહીં” # તમે રડ્યા પણ નહીં “પણ તમે અમારી સાથે રડ્યા પણ નહીં”